![]() |
Support eCharcha.Com. Click on sponsor ad to shop online! |
#76
|
|||
|
|||
Re: Gujju Special: Funny
હવે ફાવી ગયું છે
વર્ષોનાં વહાણાં વાયા હવે આ દેશમાં મને ફાવી ગયું છે સવાર પડેને નિયંત્રણવાળી જીંદગી મને ફાવી ગઈ છે એમ ન માનશો મારી માતૃભૂમિને મેં વિસારે પાડી છે તેની યાદોમાં રાચી મોજ માણવાનું મને ફાવી ગયું છે ચોપાટીની ભેલને પાણી પૂરીની યાદ કદીક આવે છે પણ ટાકોને પિઝ્ઝા ખાવાની મોજ મને ફાવી ગઈ છે મિત્રો સાથે સિનેમા ને નાટકની મીઠી સંગત સતાવે છે હવે અમેરિકામાં દર મહિને જોવા જવાનું ફાવી ગયું છે મંદિર સત્સંગ ગીતા જ્યાં દોહ્યલાં અને દુષ્કર થયા છે દર અઠવાડિયે સત્સંગ ભજનમાં જવું હવે ફાવી ગયું છે સગા વહાલાં તહેવાર ટાણે સહુ હવાખાવાચાલી જાય છે કુટુંબ મિત્રો સાથે ટાણા ઉજવવાનું હવે ફાવી ગયું છે પશ્ચિમની હવાથી વટલાઈ જ્યાં દેશે ભુલથાપ ખા્ધી છે પશ્ચિમમાં આપણી સંસ્કૃતિ જાળવવાનું હવે ફાવી ગયું છે ![]() ![]() |
#77
|
|||
|
|||
Re: Gujju Special: Funny
પોપટ ની ચાંચ તો લાલ હોય છે ,
વાહ વાહ પોપટ ની ચાંચ તો લાલ હોય છે વાહ વાહ જીવનનું આ કડવું સત્ય છે દોસ્તો , કે લલ્લુઓ ના હાથમાં જ મસ્ત માલ હોય છે . . . ![]() તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો, હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે. પરિચય છે મંદિર માં દેવો ને મારો અને મસ્જીદો માં ખુદા ઓળખે છે , નથી મારું અસ્તિત્વ કોઈથીય છાનું તમારા પ્રતાપે બધા ઓળખે છે ... ![]() મેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.?? જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી, પણ એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે… ![]() સર : મારા પપ્પા જોબ પર ગયા છે તેનું ભવિષ્યકાળ કહો ? પપ્પુ : તે કાલે પણ જશે કોઈ ની તાકાત હોય તો એમને રોકી બતાવો ... ![]() હોંઠ પર હોંઠ એટલે શું ? . . . . . . ચુંબન . ! . . . . ના , . . . . મૌન ! ! ! ![]() વિશ્વાસ ના ઊંડાણ માં પ્રેમ હોય છે , માનો તો આ બધા કુદરત ના ખેલ હોય છે , બાકી લાખો આંખોં જોયા પછી પણ , કોઈ એક નજર માટે મન બેચેન હોય છે . . . ![]() પ્રેમ નો નશો ઓછો નથી હોતો , બધા ના નસીબ માં જનમોજનમ સાથ નથી હોતો , પ્રેમ નું ઔષધ શોધાય તો ઠીક છે બાકી , પ્રિયતમા ના સ્પર્શ જેવો કોઈ મલમ નથી હોતો ... ![]() દરેક દરિયો એમ સમજે છે કે મારી પાસે પાણી અપાર છે , પણ એ ક્યાં જાણે છે કે આ તો નદી એ આપેલો પ્રેમ ઉધાર છે . . . ![]() ક્યારેક ઝીંદગી હસતાં મૂકી દે , ક્યારેક ઝીંદગી રડતાં મૂકી દે , નથી પૂર્ણવિરામ સુખ માં કે દુ:ખ માં , બસ જ્યાં જુવો ત્યાં ઝીંદગી અલ્પવિરામ મૂકી દે . . . ![]() દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી, દોસ્ત માં પણ ખાસ થઈશ એવી ક્યાં ખબર હતી, તારા વગર પણ જિંદગી હતી, પણ દોસ્ત તૂ જ જિંદગી બનીશ એવી ક્યાં ખબર હતી ...... ![]() શું કરું ફરિયાદ, ફરિયાદ માં તારી યાદ છે , ફરી ફરી આવે તારી યાદ એજ મારી ફરિયાદ છે . . . ........ |
#78
|
|||
|
|||
Re: Gujju Special: Funny
કંજૂસ(મહેમાનને)- બોલો, શું લેશો? ગરમ કે ઠંડું?
મહેમાનને ખબર હતી કે ઘરઘણી કંજૂસ છે અને આજે મોકો મળ્યો છે તો બંન્ને માંગી લઉં. મહેમાન- ગરમ અને ઠંડું.બન્ને. કંજૂસ- રામુ, અડધો ગ્લાસ ફ્રિજરમાંથી ઠંડું અને અડધો ગ્લાસ ગિઝરમાંથી ગરમ પાણી લઇ આવ.! ![]() વિનય ક્લાસમાં ગધેડો લઇને ગયો. ટીચર- કેમ અલ્યા. આ શું લઇને આવ્યો છે? વિનય- ગધેડો. ટીચર- પણ એને અહીં શું કામ લાવ્યો છે? વિનય- ટીચર, તમે જ તો કહેતા હતા કે તમે ગધેડાને પણ માણસ બનાવી દો છો. તો લો…બનાવી દો… ![]() પ્રેમિકા(પ્રેમીને)- મારા માટે બર્થડે ગિફ્ટ શુ લાવ્યો છે? પ્રેમી- સામેની સાઇડ ઉભેલી લાલ કલરની ફરારી કાર દેખાય છે? પ્રેમિકા(ખુશીથી ઉછળતાં)- હા હા…દેખાય છે ને… પ્રેમી- સેઇમ એવા જ કલરની લિપસ્ટીક લીધી છે તારા માટે ડિયર ![]() શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી હતી. બર્ફીલો પવન સૂસવાટા મારી રહ્યો હતો. પશુ પંખીઓ પોતપોતાના સ્થાને લપાઈ ગયા હતા. એવા વખતે એક પંખી ડાળે ડાળે ઉડી રહ્યું હતું. અંતે તેને પણ કાતિલ ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને પડી ગયું. એવામાં એક ગાય ત્યાંથી નીકળી. બેહોશ પંખીને જોઈને તેણે પંખીની ઉપર છાણ કર્યું. પંખી આખું છાણમાં દટાઈ ગયું. પણ છાણની ગરમીથી થોડીવારે તેને હૂંફ વળી અને તે ભાનમાં આવ્યું અને તે ગીતો ગાવા લાગ્યું. આ ગીત રસ્તે જતી એક બિલાડીએ સાંભળ્યું અને તેણે છાણ ખસેડીને પંખીને બહાર કાઢ્યું અને તેને ખાઈ ગઈ. બોધ
![]() રેત ભીની તમે કરો પણ રણ સમુંદર કદી નહિ લાગે , શબ ને ફૂલો તમે ધરો પણ મોત સુંદર કદી નહિ લાગે . . ![]() હું તો માનું છું કે હું છું શાયર કિન્તુ ડાર્લિંગ કહે છે : લાયર સ્હેજ અડતાં જ શૉક લાગે છે લાગણી હોય છે લાઈવવાયર અર્થનો રોડ છે ખાબડખૂબડ ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર દૂર સહેજે નહિ તો દાઝી જઈશ ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર? ![]() ના કોઈ એકબીજા થી દુર હોય છે, ના કોઈ એકબીજા થી નજદીક હોય છે, ઝીંદગી ખુદ એક બીજા ને નજદીક લાવે છે, જયારે કોઈ એક બીજાને નસીબ માં હોય છે. ![]() |
#79
|
|||
|
|||
Re: Gujju Special: Funny
૧ છોકરી સાસરે ચાલી ગઈ
કાલ ની દીકરી આજ વહુ થઇ ગઈ, ગઈકાલે જલસા કરતી હવે સાસરીયા ની સેવા કરતી થઇ ગઈ, કાલ ની ડ્રેસ ને જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઇ ગઈ, કાલ સુધી છોકરા ને આગળ પાછળ ફેરવતી આજ સાસુ સસરા ની આગળ પાછળ ફરતી થઇ ગઈ, પિયર માં વહેતી ચંચળ નદી સાસરી માં ધીર ગંભીર થઇ ગઈ, રોજ જલસા થી પૈસા વપરાતી આજે શાક ભાજી ના ભાવ કરાવતી થઇ ગઈ કાલ સુધી સ્કૂટી ફૂલ સ્પીડે ચલાવતી આજ બાઈક માં પાછળ બેસતી થઇ ગઈ ગઈ કાલ સુધી માં ૩ ટાઈમ બિન્દાસ ખાતી આજે ૩ ટાઈમ રસોઈ બનાવતી થઇ ગઈ, હમેશા પોતાની ધાર્યું કરતી આજે પતિ નું માનતી થઇ ગઈ મમ્મી પાસે કામ કરાવતી આજે સાસુ નું કામ કરતી થઇ ગઈ, બેન સાથે લડતી નણંદ ની મજાક સહન કરતી થઇ ગઈ, ભાભી સાથે મજાક કરતી જેઠાણી ને આદર કરતી થઇ ગઈ પિતા નું આંખ નું પાણી આજ સસરા ના ગ્લાસ નું પાણી થઇ ગઈ ને તો પણ લોકો કહે છે કે વાહ અમારી દીકરી તો સાસરીયા ની થઇ ગઈ ![]() |
#80
|
|||
|
|||
Re: Gujju Special: Funny
મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’ મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’ ![]() ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલા, હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા; નિતનવા કાંઈ કાયદાથી ફાયદા એવા થયા, આમ જનતાના જુઓ નીકળી ગયા છે ગોટલા. - બેકાર ![]() આ અમદાવાદના ટ્રાફિકમા આવા જવાનું રહે છે, ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથી “કટ” મારવાનું રહે છે; “પેલો” ઘુસ મારે એની પેલા ઘુસી જવાનું રહે છે, કોક ના ડોડા, તો કોક ની ગાળો ખાવાનું રહે છે; ઓલ્યા ટ્રાફિક પોલિસની બાજ નજરથી બચવાનું રહે છે, અને પકડાઈ ગયા તો ૫૦ નહિ ૨૫ એવો “તોડ” કરવાનું રહે છે; BMW ના રોલા જોઇને સાલુ પસ્તાવાનું રહે છે, મજૂરી કરતા સાઈકલ સવાર પર દયા ખાવાનું રહે છે; આ ધુમાડા કાઢતા રમકડાઓથી નારાજ થવાનુ રહે છે, જેનું કારણ મોટે ભાગે તારાથી દુર થવાનું રહે છે; રુચિકર તારી વાતોમાં ખોવાઈ જવાનું રહે છે, પ્રાણપ્રિયે તારી આંખોમાંથી અમૃત પીવાનું રહે છે; કાળી અંધારી રાતમા મૃગજળના મોતી શોધવાનું રહે છે, આ “ભાર્ગવ”ને કાળાં માથાઓની ભીડમાં, બસ માણસ શોધવાનું રહે છે; આ અમદાવાદ ના ટ્રાફિકમા… ![]() ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા. જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં, મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા. એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ, ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા. ‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી, આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા. ![]() હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું; દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો, ગમે ત્યારે ફાટી જાઉં એ જવાળામુખી છું હું. ![]() મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા; મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની, બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા. ![]() જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું; પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો; છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ. ![]() એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે ![]() |
#81
|
|||
|
|||
Re: Gujju Special: Funny
તારીખ
____________ પહેલી અને છેલ્લીમાં આ એકજ તફાવત છે; પહેલી માં લગાવટ છે , છેલીમાં બગાવત છે. ![]() ઊડ્યો પાલવ એમનો, એમને ક્યાં ખબર છે ? જઈને સ્પર્શ્યો જેમને, પૂછો એમના શું ખબર છે. ![]() આપણો રસ્તો તો એક જ હતો પણ ડિવાઈડરની એક એક બાજુએ રહ્યાં : આથી અકસ્માત તો ના થયો, એક પણ ના થયાં. ![]() જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને, ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને. જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને. રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને. મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને. બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગી રશ્મિ, જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને. ![]() હું તારી HARD DISK ને તું મારી RAM, તને કરું છું ERROR વગર નો પ્રેમ. તું શુકામ કરે છે મને HATE, હું કરું છું SAVE ને તું કરે છે FORMAT. મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL, તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL. DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE , અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE. મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું . આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું . હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE, તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE. તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે કરું હું DELETE તો ફરી પાછો આવે . તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે , DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે! ![]() ચાંદનીની રાહ એ જોતું નથી આંગણું એકાંતને રોતું નથી રાત પાસે આગિયા પણ હોય છે એકલું અંધારું કાંઈ હોતું નથી ![]() કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો ![]() આ છોકરીઓ ગજબની ચીજ છે ! છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ આઘેથી જુઓ તો ઇદ છે !આ છોકરીઓ … આંખો જાણે કે એની હેલોજન લાઇટ, અને નજરો જાણે કે એની ચાકુ, બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે ઘોડા પર ચંબલનો ડાકુ ! એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ ને એક રીતે જુઓ તો કીક છે !આ છોકરીઓ … ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે, ને વાળ એના ખરતાં તો રોતી, અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે હું પેલા આવી તો ન્હોતી ! ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે !આ છોકરીઓ …. એની કોઇ બહેનપણી સાથે હું બોલું તો એને દિલ પડતાં ઉઝરડાં, મારે તો શું ! હું તો હાંઇકે રાખું, વગર દોરીના ફેરવું ભમરડાં ! રહેવા દે ભઇલા, એ એમ નહિ માને, એને રાજી કરવાની એક રીત છે. આ છોકરીઓ …. |
#82
|
|||
|
|||
Re: Gujju Special: Funny
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા. સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં, જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં. તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ, મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં. એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા, એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા. મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર, કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા. કરતા હતા પહાડનો દાવો પલાશ પણ, આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં. હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો, ‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં. ![]() સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી. વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી. “યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી મિડીયા પ્લેયરે ગુંજાયે “હરે કૃષ્ણા” મંત્ર માધુરી. કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી! ![]() મૃત્યુ ના જતુ રહે ધ્યાન રાખુ છુ, મારા હર એક સ્વાસ ને સાવધાન રાખુ છુ, મારા અરમાનો ની હોળી કોઈ શુ કરશે? હ્રદય માં જ સળગતુ સ્મશાન રાખુ છુ. ![]() શ્વાસ તો ખૂટી જવાને હોય છે, પરપોટો ફૂટી જવાને હોય છે. લાખ એને સાચવે આંખો છતાં સ્વપ્ન તો તૂટી જવાને હોય છે. ![]() અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ, દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો સારુ, મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે, મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ….. ![]() દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે ![]() ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં. થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા, ઓ મોત જરા રોકાઈ જતે - બેચાર મને પણ કામ હતાં. હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ, કંઈ મંઝિલ પણ મશહૂર હતી - કંઈ રસ્તા પણ બદનામ હતાં. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં. પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?! કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા ! -’સૈફ’ પાલનપુરી ![]() Friends, i stop here, giving ya some time to digest and apologize for flood if you felt so,... pl. extend the comments , and let me know if wanna to continue. thx 4 tolerating. Regds. .. |
#83
|
||||
|
||||
Re: Gujju Special: Funny
Please stop this torture and spare this thread. Stop copying and pasting everything... only post the good stuff here!
__________________
. March 16, 2012: Sachin Tendulkar scores his 100th century in Inter-fucking-national cricket ![]() ![]() Sent from my iPhone. |
#84
|
||||
|
||||
Re: Gujju Special: Funny
Arre yaar isko ban kar kar ke thakk gaya par iska natak band nahi hota
![]()
__________________
There are four kinds of people to avoid in the world: the assholes, the asswipes, the ass-kissers, and those that just will shit all over you. |
#85
|
||||
|
||||
Re: Gujju Special: Funny
Quote:
![]()
__________________
. March 16, 2012: Sachin Tendulkar scores his 100th century in Inter-fucking-national cricket ![]() ![]() Sent from my iPhone. |
#86
|
||||
|
||||
Re: Gujju Special: Funny
Hyan Charchilla is impy ? Abe stop copy paste ....... ![]()
__________________
Fair use is a limitation and exception to the exclusive right granted by copyright law to the author of a creative work. In United States copyright law, fair use is a doctrine that permits limited use of copyrighted material without acquiring permission from the rights holders. Examples of fair use include commentary, criticism, news reporting, research, teaching, library archiving and scholarship. It provides for the legal, unlicensed citation or incorporation of copyrighted material in another author's work under a four-factor balancing test. |
#87
|
||||
|
||||
Re: Gujju Special: Funny
Agar Congress Govt aur 3 saal rahi to....
doodh sirf boobs mein rahega Gas sirf gaand se niklegi paani sirf lund se niklega AUR petrol to itna mehnga ho jaayega ki office gaand pe mirchi laaga ke office bhaagna padega So, New Slogan for Gujarat BJP Sarkar to bhai Modi ni baki badhi chodi ni ![]()
__________________
- Spending your life waiting for the messiah to come save the world is like waiting around for the straight piece to come in Tetris. Even if it comes, by that time you've accumulated a mountain of shit so high that you're fucked no matter what you do. |
#88
|
||||
|
||||
Re: Gujju Special: Funny
અશોક દવે ની આજ ની સિક્સર કેશુભાઈ પટેલે ભાજપ છોડ્યુ. સરસ, હવે ગુજરાત નો કોઈ પટેલ ભયભીત નથી
__________________
- Spending your life waiting for the messiah to come save the world is like waiting around for the straight piece to come in Tetris. Even if it comes, by that time you've accumulated a mountain of shit so high that you're fucked no matter what you do. |
#89
|
||||
|
||||
Re: Gujju Special: Funny
Bahot saare Log Narak mein Party Enjoy Kar Rahe the!!!
Bhagwaan (GOD) ne pucha : Kaun hai ye log? Jo Narak mein bhi Aish Kar Rahe hai? Yamraaj ne jawaab diya : RAJKOT Waale hai, SAALE kahin bhi ADJUST ho jaate hai ![]() |
#90
|
||||
|
||||
Re: Gujju Special: Funny
This one's probably making rounds on the Internet, but its so good that it deserves to be here
![]() ![]()
__________________
. March 16, 2012: Sachin Tendulkar scores his 100th century in Inter-fucking-national cricket ![]() ![]() Sent from my iPhone. |
![]() |
Bookmarks |
Currently Active Users Viewing This Thread: 1 (0 members and 1 guests) | |
Thread Tools | |
Display Modes | |
|
|
![]() |
||||
Thread | Thread Starter | Forum | Replies | Last Post |
Gujju Spiderman - Very funny | dirty | Friday Special | 9 | September 23rd, 2008 11:15 AM |
Gujju rap!... | 2gud | SoapBox | 7 | February 14th, 2007 12:25 PM |
Gujju food | MehtaRahulC | Recipe Corner | 27 | April 6th, 2006 01:29 PM |
Gujju Rap | dirty | Music | 12 | July 21st, 2005 12:21 PM |
Global Gujju | dirty | Life Abroad | 9 | October 26th, 2003 12:22 AM |